આ આયોજન કરનાર સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ-ગુજરાત દ્વારા કોરોના કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સંસ્થા દ્વારા લોકડાઉનમા શ્રમિકો / મજુરો ની કફોડી હાલત જોઈ જનતા રસોડામા ફ્રી ભોજન સાથે અન્ય સેવાઓ સાથે 5 લાખ લોકોની જઠરાગ્ન્ની ઠારી હતી
હરતુ ફરતુ ફ્રી દવાખાનુ અને માસ્ક, સેનીટાઈઝાર, કપુર ગોળી, ઉકાળા વિતરણ અને કાયમી ધોરણે કોરોના કંટ્રોલ માટે અત્યંત જરૂરી તમામ વસ્તુઓ, ઓક્ષિમીટર, પી.પી.કીટ નુ રાહતદરે વિતરણ ચાલુ છે. જેમા માસ્ક રૂ. 2, એન 95 માસ્ક 10 રૂ. કપુરદાની 50 રૂ. વગેરે તેમજ કોરોના ફ્રી પાણી માટે સ્પેશ્યલ રૂ.20000 વાળુ ફીલ્ટર ફક્ત રૂ. 5999 મા દરેક જ્ઞાતીઓને આપવામા આવે છે. સંસ્થાના ચેરમેન મુકેશભાઈ મેરજાએ જણાવ્યા અનુસાર તાજેતરમા સંસ્થાના હરતા ફરતા દવાખાનાના સહયોગથી કોરોના વેકશીનના અલગ અલગ જગ્યાએ કેમ્પો કરી લોકોને કોરોનાની રસી મુકવામા આવશે. આ કૉરોના કંટ્રોલ પ્રોગ્રામમા સંસ્થાના પ્રમુખ ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, ડો.અશોકભાઈ ભટ્ટ, ડો. ગોવિંદભાઈ ભાલાળા, ડો. વી.એન.પટેલ તથા સંસ્થાના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. કોરોના લોકડાઉનમાં પણ સંસ્થા દ્વારા મજુરોના ધંધા રોજગાર બંધ હોવાથી તેમની રોજીરોટી છીનવાઈ ગયેલ હતી આવા સમયે સંસ્થા દ્વારા સતત ૮૩ દિવસ સુધીમાં કુલ ૧૧૧૭૫૦ લોકોને ફૂલ થાળી ફ્રી ભોજન જેમાં દાળ-ભાત-સાક-રોટલી-ગુંદી-ગાંઠીયા-છાછ આપવામાં આવેલ, તેમજ હિજરતીઓને ફૂડ પેકેટ્સ ૧૫૦૬૦૦ નંગ, રાશન કિટ, ૪૧૧૦ નંગ, માસ્ક ૯૯૦૦ નંગ, સેનેટાઈઝર બોટલ, ૫૦૦૦, ચપ્પલ, કેળા/કેરી/સફરજન/ટેટી જેવા ફ્રુટ ૨૪૧૦૦ નંગ, બાળકોને દુધના પાઉચ ૩૯૫૦૦ નંગ, ગરીબોને છાછનાં ૧૧૭૦૦૦ પાઉચ, પાણી બોટલ ૨૬૦૦૦ નંગનું વિતરણ કરવામાં આવેલ, આમ સંસ્થા દ્વારા દરરોજ અનેક લોકોને ભરપેટ ભોજન કરાવવામાં આવેલ, સેનેટાઈઝર, માસ્ક, છાછ, દૂધ, રાશન કિટ, ચપ્પલનુ પણ વિતરણ કરવામાં આવેલ. આ સેવાકાર્ય સંસ્થાના ચેરમેન મુકેશભાઈ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન મેરજા ખજાનચી કાન્તાબેન ફલદુ, ટ્રસ્ટીઓ કાજલબેન પનારા, ડી.એન.કાસુન્દ્રા, મનસુખભાઈ હીન્સુ, મનહરભાઇ મેરજા, શ્યામ જોબનપુત્રા, નવીનભાઈ ફદડું, અને તેમની માનવ કલ્યાણ મંડળનાં બા નું ઘર નિરાધાર વૃધ્ધાશ્રમની ટીમ દ્વારા ચલાવવામાં આવતી હતી
સંસ્થાની ફ્રી સેવાઓ * યુ.એસ. ની મલ્ટીવીટામીન ટેબલેટનો સગર્ભા બહેનોને પુરો કોર્સ ફ્રી * 5 વર્ષ સુધીના બાળકોને ચશ્માં ન આવે તે માટે વીટામીન એ, અને ક્રુમી માટેની દવાઓ ફ્રી * ગરીબ દીકરીઓના લગ્ન કરી આપીશું * જરુરીયાતમંદોને આધુનિક આશ્રમમા આશ્રય * ફ્રી હરતી ફરતી હોસ્પીટલ જેમાં દવાઓ પણ ફ્રી. આવા સેવાકાર્યમા કે સંસ્થાના નિરાધાર આશ્રમમાં દાન આપવા જાહેર જનતાને વિનંતિ કરવામાં આવે છે. દાન પેઠે રાશન-રોકડ રકમ કે અન્ય બીજો સહયોગ, આપવા માગતા સજ્જનો સંપર્ક કરે અમારા સ્વયંસેવક આપને ત્યાં આવીને લઇ જશે. ઓનલાઈન દાન આપી સકાય છે. સ્થળ: બા નું ઘર વૃધ્ધાશ્રમ, , સૌરાષ્ટ્ર યુનિ. પાછળ, હરીવંદના કોલેજ પછી, મુજકા, રાજકોટ. વધુ વિગત માટે સંપર્ક : 9426737273, સીટી ઓફીસ : ૪-ગંગા જમુના સરસ્વતી ટાવર, યુની. રોડ, એકતા પ્રકાશન પાસે, રાજકોટ,
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide