કોરોનામાં મૃત્યુ પામેલા હુતાત્માઓના કલ્યાણ માટે રામધન આશ્રમ ખાતે ભાગવત કથા યોજાઈ

0
147
/

ભાગવત કથા દરમિયાન કોરોના વિરિયર્સ ડોકટરો, પોલીસ અને પત્રકારોનું સન્માન કરાયું, સિનિયર સિટીજનોને કોરોનાની રસી પણ મુકાઈ

મોરબી : હાલ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી બહેન તેમજ જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા હતભાગીઓની આત્માની શાંતિ અર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જાણીતા કથાકાર બાળ વિદુષી રતનબેન ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. ભાગવત કથામાં આવતા પરીક્ષિત જન્મ, ભગવાનના અવતાર કાર્યો, ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગટય, સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો ધર્મોલ્લસભેર ઉજવાઈ રહ્યા છે.

ભાગવત કથા દરમિયાન રૂક્ષમણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો.તેમજ ભાગવત કથા દરમિયાન કોરોના વોરિયર્સ ગણાતા ડોકટરો, પોલીસ સ્ટાફ અને પત્રકારોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને સંતો-મહંતોએ હાજરી આપી હતી.જ્યારે આરોગ્ય વિભાગના સહયોગથી કથામાં આવતા સિનિયર સિટીજનો માટે કોવિડ વેકસીનના અલાયદા સ્ટોરની વ્યવસ્થા કરવામાં આવી છે અને સિનિયર સિટીજનોને કોરોના વેકસીન આપવામાં આવી રહી છે.કથામાં કોરોના અંગેની સરકારની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવે છે.ભાગવત કથાને સફળ બનાવવા જલારામ પ્રાર્થના મંદિરની ટીમ અને રામધન આશ્રમના ભક્તજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેંમ મુકેશભાઈ ભગતની યાદીમાં ખાસ જણાવાયુ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/