મોરબી : ગત 20 મેના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર કચરી ખાતે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા તેમજ અન્ય ત્રણ ખેડૂત આગેવાનો દ્વારા ખેત નિપજના અપૂરતા ભાવને લઈને આવેદનપત્ર આપવા જતા પોલીસ દ્વારા તેઓને અટકમાં લઈ છોડી મુકવામાં આવેલ પણ ત્યાર બાદ ફરી પોલીસ સ્ટેશને બોલાવી ગેરકાયદે ગોંધી રાખી અમાનુષી માર મારવાના વિરોધમાં મોરબી જિલ્લા કિશાન સંઘના સર્વે સભ્યો વતી મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસ કિશાન આગેવાન પાલભાઈ આંબલીયા અને સાથેના અન્ય ત્રણ ખેડૂત આગેવાનો રાજકોટ જિલ્લા કચેરી ખાતે ખેત પેદાશના ઓછા મળતા ભાવને લઈને આવેદન આપવા ગયા હતા, ત્યારે સાથે કપાસ અને ડુંગળીનો નાનકડો જથ્થો પણ પ્રતીકાત્મક રૂપે સાથે લઈ ગયા હતા. આવેદનની સાથે આ નાનકડો જથ્થો પીએમ રાહત ફંડમાં મોકલી આપવાની માંગણીને લઈને સ્થાનીય તંત્રએ તેઓને થોડી રકઝક બાદ કલેકટર કચેરીના પ્રાંગણમાંથી જ પરત વળાવી દીધા હતા. ત્યારે પોલીસે તેઓની અટકાયત કરી બાદમાં જામીન પર છોડી દીધા હતા. જો કે ત્યાર બાદ ફિંગરપ્રિન્ટ લેવાનું બહાનું બતાવી ફરી પોલીસ સ્ટેશન બોલાવી અન્ય ગુન્હામાં અટકાયત કરી બેફામ માર મારતા પાલભાઈ આંબલિયાને કોંગ્રસના આગેવાનોની લાંબી રકઝક બાદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.
આ રીતે એક ખેડૂતને કોઈ દેખીતા કારણ વગર માત્ર કિન્નાખોરીથી માર મારતા મોરબી જિલ્લા કિશાન સંગઠનના હોદ્દેદારો-કાર્યકરોએ આ આ કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની માંગણી કરી છે. કાંતિલાલ ડી બાવરવા, કુલદીપસિંહ કે જાડેજા, ભાવેશભાઈ બી સાવરિયા, વિજયભાઈ મૈયડ, જીવાભાઈ બાલાસરા તથા રાણાભાઇ ડાંગર ઉપરોક્ત રજુઆતમાં સાથે જોડાયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide