લોકડાઉનના નિયમોનો ભંગ કરતા મોરબી શહેરમાંથી 7 સામે ગુન્હો નોંધાયો

0
93
/

મોરબી : લોકડાઉનમાં તંત્રએ ઘણી રાહતો આપી છે. આમ છતાં પ્રાથમિક નિયમોનું પાલન કરવું જરૂરી બનાવ્યું છે. જો કે ઘણા નાગરિકો પ્રાથમિક નિયમાવલીનું પણ પાલન કરતા નથી ત્યારે મોરબી શહેરમાં નિયમભંગ કરતા 7 લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મોરબી સીટી એ.ડીવી.પો.વિસ્તારમાં 3 નાગરિકો સામે જ્યારે મોરબી સીટી.બી.ડીવી.પો. વિસ્તારમાં 4 લોકો સામે નિયમ કરતાં વધુ સમય સુધી દુકાનો ખુલી રાખવા, મોં પર માસ્ક ન બાંધવા, વધુ લોકોને એકત્રિત કરવા જેવા નિયમભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/