ટંકારા : તાજેતરમાં ટંકારા પોલીસ દ્વારા બે શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,450 જપ્ત કર્યા છે.
ગઈકાલે તા. 29ના રોજ ટંકારામાં દેવીપુજકવાસના મેઇન ચોકમાં જાહેરમાં સામ સામે બેસી જુગાર રમતા હિરાભાઇ દામજીભાઇ કુંઢીયા તથા ) હસમુખભાઇ ધીરૂભાઇ કુંઢીયાને પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવમાં પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,450 કબ્જે કરી છે. તેમજ બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide