ત્રણ શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસર ફરિયાદ નોંધાઇ
મોરબી : તાજેતરમાં મોરબીમાં ટ્રકના હપ્તા ભરવા મામલે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ ઘટનામાં ત્રણ શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. બી ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી અજયકુમાર રામસિંહ તીવારી (ઉવ-૪૩ ધંધો-ટ્રાન્સપોર્ટ રહે- ૯૫ આનંદનગર મયુર સોસાયટી પાસે ત્રાજપર મોરબી-૨ મુળ વતન-વિશેષ કોલીની મિયાપુર તા-જી-જોનપુર ઉત્તરપ્રદેશ) વાળાએ આરોપીઓ પ્રદીપકુમારસીંહ કુંવરબહાદુરસિંહ (રહે પ્રયાગરાજ ઉતરપ્રદેશ), પ્રતાપરામ ખેતારામ માલી રહે (સીરોહી રાજસ્થાન), સુનિલ કિશોરભાઇ પુતનલાલ શર્મા (રહે નીવાડી મધ્યપ્રદેશ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૬ મેં ના રોજ આરોપીઓએ આ ફરીયાદી તથા તેના ભાઇ વિજયભાઇના ટ્રક નંબર જીજે ૩૬ ટી ૬૬૬૧ તથા જીજે ૩૬ ટી ૬૬૨૫ તેમજ જીજે ૩૬ ટી ૯૭૦૩ વાળી કરાર કરી ટ્રકોના હપ્તા ભરવાની શરતે રાખી હપ્તા ભરવા બાબતે આરોપીઓને ફરીયાદી તથા તેના ભાઇના ફોનમા વાત કરતા આરોપીઓએ જાનથી મારી નાખવાની તથા બરબાદ કરી નાખવાની ધમકીઓ આપી હતી. મોરબી બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide