[પ્રતીક આચાર્ય] ટંકારા: વિશ્વ ની મહામારી કોરોના covid-19 દિવસેને દિવસે વધતો જાય છે મેટ્રો સિટી બાદ નાના તાલુકા લેવલના ગામોમાં પણ કોરોના નો વ્યાપ એ દિવસે ને દિવસે વધતો જોવા મળે છે
ત્યારે ટંકારા તાલુકાના પી.એસ.આઇ બી ડી પરમાર સાહેબ તેમજ ટંકારા પોલીસ સ્ટાફ દ્વારા ટંકારાના ગ્રામજનોને માસ વિના મૂલ્યે વિતરણ કરી કોરોના સામે લડવાની માહિતી આપેલ હતી જેમાં ફરજિયાત પણે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું બહુ વધુ પડતું ભીડ જમા ન કરવી કામ વગર ઘરની બહાર ના નીકળવું આવા ઘણા બધા નુસખાઓ વિશે પી એસ આઈ બી.ડી. પરમાર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવેલ છે
ટંકારા તાલુકો ઘણા સમય સુધી કોરોના થી બાકાત રહ્યા પછી ટંકારામાં પણ પગપેસારો થયો છે સરકારી રેકોર્ડ મુજબ અત્યાર સુધીમાં ૩૫ જેટલા ટંકારામાં કોરોના પોઝિટિવ કેસો આવેલ છે જેમાં હમણાં જ એક ટંકારા નો બાવાજી યુવાન વિશાલ અગ્રાવત બહુ જ નાની વયે પરંતુ કોરોના ના કારણે તેમનું મૃત્યુ નીપજયું હતું તેના લીધે ટંકારા માં શોકની લાગણી જોવા મળી હતી અને તંત્ર પણ હરકતમાં આવી ગયેલું હતું તે જોતા ટંકારા પોલીસ દ્વારા પોલીસવાનમાં પેટ્રોલિંગ તેમજ માઇક થી બધા લોકોને અવગત કરી કોરોના થી સજ્જ કરવામાં આવ્યા હતા તેમજ ટંકારાના લોકોમાં જાગૃતતા આવે એ માટે પરમાર સાહેબ એ જહેમત ઉઠાવેલ હતી જેની ટંકારા ના લોકો અને વેપારીઓ દ્વારા ખૂબ જ સરાહના થઈ હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide