મોરબીમા પાટીદાર નવરાત્રી મોકૂફ રાખવા અજય લોરીયા નો જાહેરહિતમાં નિર્ણય

0
128
/

મોરબીવાસીઓની આરોગ્ય અને સાવચેતીને ધ્યાનમાં રાખી જાહેરહિતમાં નિર્ણય લેવાયો : પાટીદાર નવરાત્રી આયોજક: અજય લોરીયા

દેશભરમાં હાલના સમયે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આખું વર્ષ જાણે કોરોનાના ફાળે જ ગયું હોય તેમ તમામ તહેવારો કોરોનાની ઝપેટમાં આવી ગયાં હોય તેવો ઘાટ સર્જાયો છે જેમાં મોરબીના જુદા જુદા ગ્રુપ દ્વારા નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે ત્યારે હવે આ વર્ષે પાટીદાર નવરાત્રી દ્વારા કરવામાં આવતા નવરાત્રી મહોત્સવ ન યોજવા આયોજકોએ જાહેર હીતમાં નિર્ણય કર્યો છે

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

ઉલ્લેખનીય છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નવરાત્રીની નિયમોને આધીન છૂટછાટ આપી છે પરંતુ મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવ ના આયોજક અજય લોરીયા દ્વારા જણાવાયુ હતું કે મોરબીની જનતાના આરોગ્ય અને સાવચેતીને ધ્યાનમાં રાખી આ વર્ષે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજવામાં નહિ આવે ત્યારે ગરબે રમતા ખેલૈયાઓ માટે આ વર્ષે એક ગ્રુપ દ્વારા નવરાત્રી મોકૂફની જાહેરાત કરી દેવામાં આવતા ગરબા રસિયાઓમાં નિરાશા જોવા મળેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/