માળીયામાં વડીલોને શાલ-મોજાનું વિતરણ કરી જન્મદિવસ ઉજવતા શિક્ષિકા

0
176
/

માળીયા મી. : તાજેતરમા નારાણકા ગામના શિક્ષિકા જસવંતીબેને બાળકોને ભણવા ઉપરાંત વૃદ્ધો પ્રત્યે લાગણી દાખવી તેમના પરિવાર સાથે સંગાથ વૃદ્ધાશ્રમ માળીયામાં વૃદ્ધોને ગરમ કપડાંનું વિતરણ કરી તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.

નારણકા ગામના શિક્ષિકા જસવંતીબેને તેમના પરિવાર સાથે માળીયામાં આવેલા સંગાથ વૃદ્ધાશ્રમમાં તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. તેમણે તેમના જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધોને ગરમ શાલ, મોજા, વેશલીન અને શિયાળાની સિઝનને લગતી તમામ જરૂરિયાતનો સમાન આપેલ હતો. આ ઉપરાંત, વૃદ્ધાશ્રમના સ્ટાફની સાથે હાજર રહી વૃદ્ધોની સેવામાં પોતાની જાતને અર્પણ કરી હતી. તેમજ સંગાથ વૃદ્ધાશ્રમના વૃદ્ધો પ્રત્યે લાગણી બતાવી સ્ટાફને પ્રોત્સાહિત કરી વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા. જે બદલ સંગાથ વૃદ્ધાશ્રમનો સ્ટાફ પ્રવીણભાઈ, આશાબેન, સંદીપભાઈ, સોનલબેન તથા ટ્રસ્ટીઓ દ્વારા દાતા જસવંતીબેનનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/