માળીયામાં મજાક કરવા મામલે યુવાન ઉપર બે શખ્શો દ્વારા હુમલો

0
59
/
બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

માળીયા : માળીયા મિયાણામાં પંચરની દુકાને બેઠેલા મિત્રો વચ્ચે મસ્તી કરવામાં વાત વણસી જતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. માળીયા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી કાદરભાઈ કરીમભાઈ મોવર (ઉ.વ.-૨૫, રહે જુશબપીરની દરગાહ પાસે, માળીયા મીયાણા)એ આરોપીઓ સલમભાઈ અકબરભાઈ મોવર (રહે. માળીયા મીયાણા) સંધના પેટ્રોલ પંપ પાસે તથા અજાણ્યો ઇશમ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૩૦ ના રોજ ફરીયાદી તથા આરોપી પંચરની દુકાને બેઠા હતા ત્યારે એકબીજા સાથે મસ્તી કરતા આરોપીએ ફરીયાદીને ગાળો દેવા લાગતા ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી એકદમ ઉશકેરાય જય પંચર દુકાનમાંથી લોખંડની ટામી લઈ આરોપીએ ફરીયાદીને પકડી રાખી બીજા આરોપીએ ફરીયાદીના માથે લોખંડની ટામીનો એક ધા મારી ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/