રૂપાણી સરકારની ઝાટકણી કાઢતી હાઇકોર્ટ : સુઓમોટો રીટમાં મોરબીની ગંભીર સ્થિતિનો ઉલ્લેખ

0
354
/
રૂપાણી સરકારની ઝાટકણી કાઢતી હાઇકોર્ટ : રાજ્યના માત્ર પાંચ શહેરો જ નહીં મોરબી, મહેસાણા જેવા શહેરોમાં પણ ભયજનક સ્થિતિ

મોરબી : હાલ કોરોના મહામારીમાં મોરબીમાં ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાનું આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી સુઓમોટો રિટમાં નોંધી ગુજરાતની રૂપાણી સરકારની કોર્ટે બરાબરની જાટકણી કાઢી હતી.

રાજ્યમાં દિવસેને દિવસે વણસી રહેલી કોરોનાની સ્‍થિતિની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ આજે ગુજરાત સરકારને આડેહાથ લીધી હતી અને રાજ્‍ય સરકારને તાકીદ કરતા સૂચનો કર્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્‍ટીશ વિક્રમનાથ અને જસ્‍ટીશ ભાર્ગવ કારીયાની બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્‍ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆતો કરી હતી. આ દરમિયાન હાઈકોર્ટે જણાવ્‍યુ હતુ કે અત્‍યારે લોકો ભગવાન ભરોસે છે. લોકોને સરકાર ઉપર વિશ્વાસ નથી તેથી લોકોમાં વિશ્વાસ જગાડો. સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ છીએ એવુ કહેતા હાઈકોર્ટે ઉમેર્યુ હતુ રાજ્‍યમાં બેડ છે, ઈન્‍જેકશન છે, ઓકિસજન છે છતા ૪૦ – ૪૦ એમ્‍બ્‍યુલન્‍સની લાઈનો કેમ લાગે છે ?

ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્ફોટક સ્થિતિ અંગે હાથ ધરાયેલ સુઓમોટો રિટની સુનાવણીમાં નામદાર હાઇકોર્ટ દ્વારા મોરબી જિલ્લાની પરિસ્થિતિની પણ ગંભીર નોંધ લેવામાં આવી હોવાનું અને રાજ્યમાં માત્ર પાંચ મોટા શહેરો જ નહીં પણ મોરબી, મહેસાણા સહિતના અન્ય શહેરોમાં દર્દીઓની હાલત ખરાબ હોવાના મુદ્દાઓ હાઇકોર્ટ દ્વારા ધ્યાન ઉપર લેવામાં આવ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/