માત્ર બે દિવસમાં જ કપાસના ભાવમાં રૂ.200 થી રૂ.300નો ભાવ તૂટતાં રોષે ભરાયેલા ખેડૂતોએ હરરાજી બંધ કરાવી આક્રોશ ઠાલવ્યો
હળવદ : હળવદમાં આવેલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસનો ભાવ ઓછો મળતા ખેડૂતો વિફર્યા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ કરાવી દીધી હતી અને કપાસનો યોગ્ય ભાવ આપવા યાર્ડની ઓફિસ ખાતે રજૂઆત કરી હતી.
માત્ર બે દિવસમાં જ રૂ.200 થી રૂ.300 નો કપાસના ભાવમાં તૂટતા ખેડૂતોમાં ઉકળી ઉઠ્યા હતા અને કાપર્સના ઓછા ભાવો મળવા મામલે રોષે ભરાયેલા ખેડૂતોએ આજે હળવદ માર્કેટયાર્ડમાં શરૂ થયેલી હરરાજી બંધ રખાવી જય જવાન જય કિસાન ના નારા લગાવીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને કપાસનો યોગ્ય ભાવ આપવા માંગ કરી હતી.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હાલ કપાસિયા અને ખોળ નો ભાવ જે હતો એ છે એમાં ભાવ ઘટ્યો નથી તેવામાં આજે હળવદ માર્કેટ યાર્ડ માં બે દિવસ પહેલા જે કપાસ નો રૂ.1000 થી રૂ.1200 ના ભાવે વેચાયો હતો. તે આજે માત્ર રૂ.800 થી રૂ.1000 ના ભાવ બોલાય છે. જેથી કપાસનો યોગ્ય ભાવ મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી છે અને હાલ હરાજી બંધ કરાવી છે.
મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ
-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
-:ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide