હળવદ : કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, એકનો બચાવ, બે લાપતા

0
105
/

કેનાલ કાંઠે આદિવાસી પરિવારના ત્રણ બાળકો રમતા રમતા એક કેનાલમાં પડી ગયા બાદ તેને બચાવવા જતા બાકીના બે બાળકો કેનાલમાં ઝંપલાવતા કરુણાતીકા સર્જાઈ : મામલતદાર સહિતની ટીમે તરવૈયાઓની મદદથી બન્ને બાળકોની શોધખોળ હાથ ધરી

હળવદ : હળવદના કડિયાણા ગામ પાસે કેનાલના કાંઠે ત્રણ આદિવાસી ખેતમજૂર પરિવારના ત્રણ બાળકો રમતા હતા તે વખતે એક બાળક અચાનક કેનાલમાં પડી જતા તેને બચાવવા બાકીના બે બાળકોએ કેનાલમાં ઝંપલાવ્યું હતું.જોકે કેનાલમાં પડેલો બાળક તો હેમખેમ બહાર નીકળી ગયો હતો.પણ તેને બચાવવા પડેલા બે બાળકો કેનાલમાં ડૂબી ગયા હતા.આ બનાવની જાણ થતાં મામલતદાર સાહિતનાની ટીમે તરવૈયાઓની મદદથી બન્ને બાળકોની કેનાલમાં શોધખોળ હાથ ધરી છે.આ કરુંણ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના કડીયાણા ગામે આવેલ વાડી વિસ્તારમાં આદિવાસી પરિવાર ઝુંપડા બાંધીને ખેતમજૂરી કરે છે.આ આદિવાસી પરિવારના 14 વર્ષથી 17 વર્ષની વયના ત્રણ બાળકો વિશાલ, કરણ અને કિશન આજે સવારે કડીયાણા ગામે પસાર થતી નર્મદા કેનાલના કાંઠે રમતા હતા.તે વખતે અચાનક વિશાલ કેનાલમાં પડી ગયો હતો આથી નજરે સામે ડુંબતા કૌટુંબિક ભાઈ વિશાલને બચાવવા કરણ અને કિશને પળવારનો વિલંબ કર્યા બાદ કેનાલમાં ઝંપલાવ્યું હતું.જોકે કેનાલમાં પડેલો વિશાલ તો હેમખેમ બહાર નીકળી ગયો હતો.જેથી તેનો બચાવ થયો હતો.જ્યારે તેને બચાવવા કેનાલમાં પડેલા કરણ અને કિશન ઉડા પાણીમાં ગરક થઈ ગયા હતા અને કેનાલમાં અન્ડર ગ્રાઈન્ડ નાળામાં સુધી ઉડા પાણીમાં ગરક થઈ ગયા હોવાનું જાણવા મળે છે.આ બનાવની જાણ થતાં મામલતદાર તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તરવૈયાઓની મદદથી કેનાલમાં ડૂબેલા બન્ને બાળકોની શોધખોળ હાથ ધરી છે.આ ત્રણેય બાળકો આદિવાસી પરિવારના કૌટુંબિક ભાઈ છે.આ ઘટનાથી આદિવાસી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/