મોરબી : મોરબીના જેતપર રોડ પર રંગપર ગામ સ્થિત સીરામીક યુનિટમાં એક પરપ્રાંતીય શ્રમિકનું બેભાન થઈ ગયા બાદ મોત નિપજતા તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
જેતપર રોડ પર આવેલા રંગપર ગામ નજીક આવેલા સ્કાજન વિટ્રીફાઇડ નામના સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ફેકટરીમાં જ કામ કરતા ૨૪ વર્ષીય ઉમેશ લક્ષ્મણસિંહ યાદવને વહેલી સવારે ૦૩:૪૫ની આસપાસ બેશુદ્ધ અવસ્થામાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બેશુદ્ધીની હાલતમાં જ સારવાર શરૂ કરતાં સમયે જ તેનું મોત નિપજતા બનાવની જાણકારી તાલુકા પો.સ્ટે.માં કરવામાં આવી હતી. તા.પો.મથકના આર.બી.વ્યાસે હોસ્પિટલ ખાતે જઈ કાગળો તૈયાર કરી મૃતકની બોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટએટેકથી યુવાનનું મોત થયાનું સામે આવ્યું છે. આમ છતાં પોલીસે મૃતકના વીસેરા લેવડાવી વધુ તપાસ ચલાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide