ટંકારા: ગણેશપરમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા બેભાન હાલતમાં પરિણીતાનું મોત

0
51
/

ટંકારા : ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતી એક પરિણીતાનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મૃત્યુ થયું છે. જો કે તેઓને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ટંકારા તાલુકાના ગણેશપર ગામમાં રહેતા મીતલબેન રાજુભાઇ ટોયટા (ઉ.વ. 30) ગઈકાલે તા. 13ના રોજ પોતાના ઘરે પાણીની ઇલેકટ્રીક મોટર ચાલુ કરતા ઇલેકટ્રીક શોટ લાગતા બેભાન થઇ ગયા હતા. તેઓને બેભાન હાલતમાં સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. આ બનાવની ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતકનો લગ્નગાળો 2 વર્ષનો છે. તથા તેઓ સાસુ-સસરા સાથે રહેતા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/