મોરબીમા ચૂંટણી ટાણે દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ઝડપાઇ

0
113
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

96 બોટલ દારૂ અને સ્કોર્પિયો સાથે એકની ધરપકડ

મોરબી : તાજેતરમા મોરબી વિભાનસભાની પેટા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મોરબી-કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આર.ટી.ઓ. ઓફીસ નજીક આવેલ પુલના છેડા પાસેથી સ્કોર્પીયો કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા સ્કોર્પીયો કાર કી.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૨,૨૮,૮૦૦/- નો મુદ્દામાલ સાથે એક આરોપીને મોરબી એલ.સી.બી.એ ઝડપી લીધો હતો.

પોલીસે જાહેર કરેલ વિગત મુજબ પોલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરા સાહેબની સુચના મુજબ હાલમાં મોરબી માળિયા મિ. વિસ્તારની વિધાનસભાની સામાન્ય પેટા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પુરી થાય તે સારૂ મોરબી જિલ્લામાં પ્રોહી-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા આજરોજ એલસીબી.મોરબીના પો.હેડ કોન્સ. ઇશ્વરભાઇ કલોતરા તથા પો.કોન્સ. ભરતભાઇ જીલરીયા ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, સ્કોર્પીયો કાર નંબર G 1015006 વાળી નો ચાલક ગે.કા. રીતે અંગ્રેજી દારૂનો જથ્થો ભરી રવિરાજ ચોકડી થી મોરબી તરફ જનાર છે. જે મળેલ બાતમી હકીકત આધારે મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર જુની આર.ટી.ઓ ઓફીસ નજીક આવેલ પુલના છેડે પાસે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો વોચ તપાસમાં હતા. દરમ્યાન આરોપી રવિરાજસિંહ દાદુભા જાડેજા ઉ.વ. ૨૯ ધંધો ખેતી રહે. નોદાગામ જાડેજાવાસ તા.રાપર જી.ભુજ (કચ્છ) વાળાની કબજા ભોગવટા વાળી કોર્પયો કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૯૬ કિ.રૂ. ૨૮,૮૦૦/- તથા સ્કોર્પીયો કાર કી.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ પ્રોહી મુદામાલ કી.રૂ.૨,૨૮,૮૦૦/- સાથે આરોપીને પકડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરેલ છે.

જયારે ઝડપાયેલો આરોપી રવિરાજસિંહ દાદુભા જાડેજા રહે. નાંદા ગામ તા.રાપર જી.ભુજ (કચ્છ) વાળો અગાઉ આડેસર, સામખીયારી પોલીસ સ્ટેશનમાં અંગ્રેજી દારૂના ગુનામાં પકડાયેલા છે તેમજ ભાભોર પો.સ્ટે. સી પાર્ટી ગુ.ર.નં.૦૭પરા૨૦૨૦ આઇ.પી.સી. કલમ-૩૦૭,૩૨૩,૧૧૪,૪૨૭ તથા પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧ વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો છે.

દારૂ સાથેની સ્કોર્પિઓ કાર ઝડપી લેવા માટે વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા પોલીસ હેડ કોન્સ. ઇશ્વરભાઇ કલોતરા તથા પો.કોન્સ. ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, રણવીર સિંહ જાડેજા તથા AHTU ના પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા વિગેરેનાઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/