મોરબી : હાલ કાયદાના રખેવાળોનો કોઈ ખોફ ન હોય એમ મોરબીના સુપર માર્કેટમાં આજે શુક્રવારે ભર બપોરે એક સાયકલ ચોર સીસીટીવીમાં કેદ થતા નાગરિકોમાં તરેહ તરેહની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
શુક્રવારે બપોરે આશરે બે વાગ્યાની આસપાસ મોરબીના સુપર માર્કેટમાં એક શખ્સ મિત નિકેશભાઈ મહેતાની સાયકલ ચોરી કરીને લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. વાહન ઉઠાંતરીના બનાવો મોટેભાગે શાંત વિસ્તારોમાં અને અંધારાના ઓળા ઉતર્યા બાદ બનતા હોય છે ત્યારે ભર બપોરે અને લોકોની ભારે અવરજવરવાળા વિસ્તારમાંથી સાયકલ ચોરી કરી જવાની હિંમત ધરાવતો ચોર કેમેરામાં કેદ થતા ગુન્હો આચરવાની ટેવ ધરાવતા શખ્સોમાં કાયદા-કાનૂનનો કોઈ ખોફ ન હોય એવું ચિત્ર પણ ઉપસ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide