દસ્તાવેજ તથા ઈ-ધરા ઓફીસની મહત્વની કામગીરી ઠપ્પ થઇ જતી હોવાની ટંકારા બાર એસોસિએશનની ફરિયાદ
ટંકારા : ટંકારાની મામલતદાર ઓફીસમાં સુવિધા પુરી પાડતો બી.એસ.એન.એલ. (જી-સ્વાન)નો કેબલ વારંવાર કપાઈ જતા દસ્તાવેજની કામગીરી તથા ઈ-ધરા ઓફીસની મહત્વની કામગીરી અટકી પડેલ છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ટંકારા બાર એસોસિએશન દ્વારા મામલતદાર કચેરીને ખાસ અપીલ કરવામાં આવી છે.
આ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ટંકારાની મામલતદાર ઓફીસમાં બી.એસ.એન.એલ.નો કેબલ કપાઈ જતા જી-સ્વાન બંધ થઈ જતા દસ્તાવેજની કામગીરી તથા ઈ-ધરા ઓફીસ અને મામલતદાર ઓફીસની મહત્વની કામગીરી થઈ શકતી નથી. ગઈકાલે તા. 27ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ જી-સ્વાન બંધ થઈ જતા દસ્તાવેજની મહત્વની કામગીરી અટકી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને અરજદારો તથા વકીલોનો સમય પણ વેડફાય છે.
વધુમાં, રજુઆતમાં જણાવેલ છે કે અગાઉ પણ તા. 2 થી 9 જુલાઈ સુધી કેબલ કપાઈ જતા દસ્તાવેજની કામગીરી અટકી પડેલ હતી. જેના લીધે વકીલોને તથા અરજદારોને મુશ્કેલી પડે છે. આથી, સરકારના સંલગ્ન ડીપાર્ટમેન્ટને આ બાબતે જાણ કરી વારંવાર પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવા સત્વરે જરૂરી બી.એસ.એન.એલ.ની જી-સ્વાનની સવલતની સાથે અન્ય સવલત પણ ઉભી કરાય. જેથી, મુશ્કેલી નિવારી શકાય. તો આ બાબતે સત્વરે કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide