માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિદાય અને સ્વાગત સમારોહ યોજાઈ ગયો

0
100
/

શ્રી માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા માળિયા તાલુકાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો વતી માળિયામાં પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયાનો વિદાય સમારંભ તથા બદલીથી હાલ માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિયુકત થયેલ દિપાબેન બોડાનો સ્વાગત સમારોહ હાલ કોરોના મહામારીને કારણે સાદગીપૂર્વક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને યોજાયો હતો.

આ પ્રસંગે માળિયા તાલુકાની ૧૦ (દસ) તાલુકા શાળાના આચાર્ય, શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી અને હોદેદારો સહિત 20 વ્યકિતઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં સૌ પ્રથમ બન્ને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓનું શાબ્દિક તથા સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ તમામ તાલુકાના શિક્ષકોની લાગણી સ્વરૂપે અને સ્મૃતિચિહ્ન સ્વરૂપ ભેટ વિદાય લઈ રહેલા ટી.પી.ઈ.ઓ જિજ્ઞાબેન અમૃતિયાને અર્પણ કરવામાં આવી. અને નવા નિમાયેલા ટી.પી.ઈ.ઓ દિપાબેન બોડાને પણ ભેટ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યા.
આ તકે માળિયા શિક્ષક પરિવારમાંથી વિદાય લઈ રહેલા ટી.પી.ઈ.ઓ જિજ્ઞાબેન અમૃતિયાએ પોતાના માળિયામાં પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેની સેવાના કાર્યકાળ દરમ્યાન થયેલા ભાવસભર અનુભવો જણાવી અને આ તકે ઉપસ્થિત માળિયા તા.પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તથા મહામંત્રી હસુભાઈ વરસડા તથા તા.શાળા આચાર્ય તમામ અને ઓફિસ સ્ટાફ તથા માળિયા તાલુકાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો નો ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો. એટલું જ નહિ પોતાની સાથે તમામ વહિવટી કામમાં હરહમેંશ સાથ આપનાર દિનેશભાઈ હુંબલ તથા તમામ ઓફિસ સ્ટાફનું ટી.પી.ઈ.ઓ બહેનએ સાલ ઓઢાળી તથા ભેટ અર્પણ કરી આભાર વ્યકત કર્યો હતો.
આ તકે નવા ટી.પી.ઈ.ઓ દિપાબેન બોડાએ પણ પોતાના સ્વાગતનો આભાર માનતા તમામ શિક્ષકો અને વહીવટી સ્ટાફ સાથે નિષ્ઠાપૂર્વક પોતાની ટી.પી.ઈ.ઓ તરીકે ફરજ બજાવશે એવો વિશ્ર્વાસ આપી તાલુકાના તમામ શિક્ષક મિત્રો તથા સંઘના હોદેદારોનો આભાર વ્યકત કર્યો હતો.
સમગ્ર કાર્યકમનું સંચાલન માળિયા તા.પ્રા.શિ.સંઘ ના મહામંત્રી હસુભાઈ વરસડાએ સંભાળ્યું હતું. તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માળિયા તા.પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, ઉપ પ્રમુખ નરેન્દ્રભાઈ કાસુન્દ્રા, બી.આર.સી કો-ઓર્ડિનેટર નરેન્દ્રભાઈ નિરંજનીએ જહેમત ઉઠાવેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/