પોરબંદરના છાયા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અંધકાર

0
29
/

પોરબંદર: પોરબંદરના છાયા વિસ્તારમાં અનેક સ્થળોએ સ્ટ્રીટ લાઇટના અભાવે અંધકાર પટ છવાયો હોવા અંગે કોંગ્રેસ દ્વારા વહીવટદારને રજૂઆત કરાઈ હતી. પોરબંદરના છાયા વિસ્તારના કોંગ્રેસ પક્ષના રામભાઇ ઓડેદરા સહિતના અગ્રણીઓ દ્વારા સંયુક્ત નગરપાલિકાના વહીવટદારને લેખિત રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં ઘણી જગ્યાઓએ સ્ટ્રીટલાઇટની તાતી જરૂરિયાત છે ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે રાત્રીના સમય દરમ્યાન લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં જે સ્થળો પર સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે.

ત્યાં મોટા ભાગની સ્ટ્રીટ લાઈટો બંધ છે પરંતુ તેનું સમારકામ કરવામાં આવતું નથી. અને ખાસ કરીને પછાત વિસ્તાર તેમજ છેવાડાના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી નથી. સ્ટ્રીટલાઇટના કામમાં સમારકામમાં પણ વહાલા દવલાની નીતિ દાખવવામાં આવતી હોવાનો રામભાઇ ઓડેદરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. પીવાનું પાણી સમયસર આપવામાં આવતું નથી જેના કારણે સ્થાનિકોને પરેશાની વેઠવી પડી રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/