પોરબંદર: શાળા-કોલેજની એક સત્રની ફી માફીની માંગ સાથે જિલ્લા NSUI દ્વારા ચક્કાજામ

0
43
/

પોરબંદર: હાલમા રાજ્યમાં શાળા-કોલેજો ક્યારે શરૂ થશે એ હજુ નક્કી નથી, શિક્ષણ કાર્ય પણ બંધ છે ત્યારે ઘણી ખાનગી શાળાઓ અને કોલેજો દ્વારા ફી ઉઘરાણી ચાલુ કરવામાં આવી છે. ઘણી ખાનગી શાળા-કોલેજો દ્વારા એક એક વર્ષની ફી ઉઘરાણી કરવામાં આવી રહી છે.

વાલીઓનો વિરોધ એટલો હોવા છતા પણ શાળા-કોલેજો પોતાની મનમાની કરી રહી છે, વાલીઓ દ્વારા કોર્ટના દરવાજા ખખડાવ્યા ત્યારે હાઇકોર્ટ દ્વારા પણ સરકારને સ્પષ્ટ કહેવામા આવ્યું છે કે આપ સરકાર છો ફી બાબતે વહેલી તકે નિર્ણય કરો. આ માંગ સાથે સમગ્ર ગુજરાતભરમા વાલીઓ અને NSUI સરકાર સામે વિરોધ કરી ફી માફીની માંગ કરી રહી છે, જેમાં 50 ટકાશાળા-કોલેજ સંચાલક અને 50 ટકા સરકાર રાહત આપી સંપૂર્ણ એક સત્રની ફી માફી કરવામાં આવે તેની NSUI ની માંગ સાથે પોરબંદર જિલ્લા NSUIના કાર્યકરો એમ.જી.રોડ પાસે રસ્તા પર સુત્રોચાર કરી ચકકાજામ કરી રહી હતી ત્યારે પોલીસ દ્વારા NSUI ના 20 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/