એલસીબી અને વાંકાનેર પોલીસે રાજકોટથી તમામ આરોપીઓને ઝડપી લીધા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ પોલીસના સકંજામાં
વાંકાનેર : વાંકાનેરમા ખૂન કા બદલા ખૂન ઉક્તિ મુજબ હોલ માતા મઢ નજીક બનેલા ચકચારી હત્યા કેસમા મોરબી એલસીબી તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ગણતરીની કલાકમાં હત્યાને અંજામ આપનાર તમામ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે વાંકાનેરના હોલ માતા મઢ નજીક રેતી ભરવા આવેલા રાહુલભાઇ રાજાભાઇ ઉર્ફે રાજુભાઇ ગોહીલ તથા તેના મિત્ર નીતીનભાઇ માધવજીભાઇ ડાભી રહે. બંન્ને રાજકોટવાળા ઉપર આરોપી એજાજ ઉર્ફે હનીફભાઇ પાયક (2) સોહીલ નુરમામદભાઇ કાબરા, નીજામ નુરમામાદ હોથી સહિતના છ શખ્સો ઇનોવા કાર તથા એકટીવામાં આવી ડમ્પર ઉભુ રખાવી ઘાતક હથિયાર વડે હુમલો કરતા રાહુલભાઈનું મોત નીપજ્યું હતું અને નીતીનભાઇ માધવજીભાઇ ડાભીને નાની મોટી ઇજાઓ થઈ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide