મોરબી : હાલ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે બે દિવસ પહેલા તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ બે મકાનને નિશાન બનાવીને રૂ..૧.૮૭ લાખની માલમતાની ચોરી કરી ગયા હતા.આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તસ્કરોને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નીચી માંડલ ગામે આવેલ પ્લોટ વિસ્તારમાં રહેતા કાંતિભાઇ પ્રાણજીવનભાઇ કુણપરા (ઉ.વ.૫૫) એ અજાણ્યાં શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૦ના રોજ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે તસ્કરો ચોરીના ઇરાદે ઘુસ્યા હતા. જેમાં ફરીયાદી તથા સાહેદ રાત્રીના પોતાના રહેણાંક મકાનમાં સુતા હતા.તે દરમ્યાન તસ્કરોએ ફરીયાદી તથા સાહેદના રહેણાંક મકાનમાં રાત્રીના ઘરના પાછળના દરવાજાનો નકુચો તોડી ગૃહ અપપ્રવેશ કરી ફરીયાદીના ઘરના કબાટમાં રાખેલ આશરે ૨ તોલા વજનના સોનાના પાટલા નંગ-૦૨ કિં.રૂ. ૫૬,૦૦૦ તથા રોકડ રૂ.૯૦,૦૦૦ મળી રૂ. ૧,૪૬,૦૦૦ તથા સાહેદે પોતાના ઘરના કબાટમાં રાખેલ રોકડ રૂ. ૪૧,૦૦૦ મળી કુલ રૂ. ૧,૮૭,૦૦૦ ના મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવની વધુ તપાસ તાલુકા પી.આઇ. એમ. આર. ગોઢાણીયા ચલાવી રહ્યા છે.[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...