વાંકાનેરમાં દારૂની અધધધ ૨૬ હજાર બોટલ ઉપર રોડરોલર ફરી ગયું!

0
41
/
તાલુકા અને સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ મહિનામાં પકડાયેલ રૂ. ૬૯ લાખના દારૂનો નાશ

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકા પોલીસ મથક તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂ કી.રૂ.૬૯,૬૮,૬૭૫ ના મુદ્દમાલનો વાંકાનેર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વીસ્તારમાં ઓક્ટોબર-૨૦૨૨ થી જુન-૨૦૨૩ સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી કોર્ટ તરફથી મળતા આજરોજ વાંકાનેર- ચોટીલા નેશનલ હાઇવે રોડ પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીરથ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ ગુના-૧૭ બોટલો નંગ-૨૫,૫૨૭ કી.રૂ.૬૬,૫૭,૪૮૧, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કુલ ગુના-૧૦ બોટલો નંગ-૯૫૦ કી.રૂ.૩,૨૮,૧૯૫ એમ મળી કુલ ગુના-૨૭ કુલ બોટલો નંગ-૨૬,૪૭૯ કુલ કી.રૂ.૬૯,૮૫,૬૭૫ ની કીમતનો વિદેશી દારૂ પર રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/