મોરબી જિલ્લામાં 21 ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલી

0
21
/

મોરબી એલસીબીના બે તથા એસઓજીના એક કર્મચારીની પણ બદલી કરાઈ

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 21 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં એલસીબીના બે તથા એસઓજીના એક કર્મચારીની પણ બદલી કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝનના કોન્સ. મનસુખભાઈ ચાવડાની માળિયા, હળવદના હેડ કોન્સ. વિનોદભાઈ ચાવડાની ટ્રાફિક શાખા, ટંકારાના લોકરક્ષક શૈલેષ સગરની પોલીસ હેડ ક્વાર્ટર, ટ્રાફિક શાખાના કોન્સ. સાલેમામદ સુમરાની ટંકારા, હળવદના કોન્સ. દક્ષાબેન પરમારની મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ હેડ ક્વાર્ટરના લોકરક્ષક જગદીશભાઈ રંગપરાની વાંકાનેર સીટી, હેડ કોન્સ. અનિલભાઈ મહેતાની ટંકારા, મોરબી સીટી એ ડિવિઝનના એએસઆઈ રાજેન્દ્રસિંહ જાડેજાની વાંકાનેર સીટી, વાંકાનેર સિટીના હેડ કોન્સ. પંકજભાઈ નાગલાની માળિયા, માળિયાના લોકરક્ષક હિનાબેન મોરીની હળવદ, કોન્સ. વનરાજભાઈ રાઠોડની હળવદ, એમટીના કોન્સ. કિશનકુમાર વીજવાડીયાની વાંકાનેર સીટી પોલીસ, હેડ ક્વાર્ટરના લોકરક્ષક અર્જુનભાઈ પરમારની મોરબી તાલુકા, કોન્સ. હિતેશભાઈ સાપરાની પોલીસ હેડ ક્વાર્ટર, હળવદના હેડ કોન્સ. ભરતકુમાર આલની માળિયા, પોલીસ હેડ ક્વાર્ટરના હેડ કોન્સ. સતીશકુમાર ગરચરની માળીયા, વાંકાનેર તાલુકાના એએસઆઈ વનરાજસિંહ બાબરિયાની માળિયા, પોલીસ હેડ ક્વાર્ટરના કોન્સ. મહેન્દ્રસિંહ ચુડાસમાની મોરબી તાલુકા, એસઓજીના હેડ કોન્સ. મહાવીરસિંહ પરમારની ટ્રાફિક શાખા, એલસીબીના હેડ કોન્સ. ભરતસિંહ ડાભીની પોલીસ હેડ ક્વાર્ટર, એલસીબીના હેડ કોન્સ. નંદલાલ વરમોરાની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/