વાંકાનેરમાં કોરોના વકરતા વેક્સિનેશન માટે લાગી કતાર

0
99
/

દરરોજ 80 થી 100 લોકો લે છે કોરોના વેક્સિન

વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લામાં કોરોનાએ માથું ઊંચકયુ છે. વાંકાનેરમાં પણ દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ફફડાટ ફેલાતા કોરોના રસી લેવા કતાર જોવા મળી રહી છે.

કોરોના રસી લેવા એક પ્રકારે લોકો મૂંઝવણ અનુભવતા હતાં અને રસી લેવા ખચકાટ અનુભવતા હતાં. પરંતુ હવે જ્યારે કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના વેક્સિન એક પ્રકારનું સુરક્ષાચક્ર છે અને વેક્સિન લેવી આવશ્યક છે તેવી સમજણ દૃઢ બની રહી છે. ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે 45 થી ઉપરની વયનાં શહેરીજનો વેક્સિન લેવા ઉમટી રહ્યા છે અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે લોકો વેક્સિન લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલ આરોગ્ય વિભાગનાં જણાવ્યા મુજબ દરરોજ 9 થી 5 દરમ્યાન 80 થી 100 લોકોને વેક્સિનેશન કરવામાં આવે છે અને દિવસેને દિવસે સંખ્યા વધી રહી છે. ત્યારે હવે લોકો પણ જાગૃત બન્યા છે અને વેક્સિન લેવા તત્પર પણ બન્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/