40 વર્ષના યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ : યુવકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વાંકાનેરમાં રહેતા 40 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ આ કોરોનાગ્રસ્ત યુવકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી.
વાંકાનેરના જિનપરા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય યુવક રમેશભાઈ નાથાલાલ હંસોરાનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે તેઓ છૂટક લુહારી કામ કરે છે અને તેઓ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. અત્યારે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અધિકારીઓનો કાફલો આ સ્થળે જવા રવાના થયો છે. થોડા સમયમાં આ વિસ્તારને સેનેટાઇઝ કરાશે અને અહીં કન્ટેઇનમેન્ટ ઝોન તેમજ બફર ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
ઉપરાંત કોરોનાગ્રસ્ત યુવક કોના કોના સંપર્કમાં આવ્યા છે તે અંગે આરોગ્ય તંત્ર તપાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આજના આ પોઝિટિવ કેસથી મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 12એ પહોંચ્યો છે. જ્યારે વાંકાનેર તાલુકાના કેસનો આંકડો 4 એ પહોંચેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide