મોરબી જિલ્લામાં મદદરૂપ થવા માટે 36 જેટલા આપદા મિત્રોની ભરતી કરાશે

0
123
/
સંભવિત કુદરતી આપત્તીમાં મદમદરૂપ થવા માટે જીઆરડી, હોમહાર્ડસ ,સક્ષમ યુવાનોની આપદા મિત્રો તરીકે નિમણુંક કરાશે

મોરબી : મોરબી જિલ્લામાં તાલુકા વાઇઝ 6 એમ કુલ 36 આપદા મિત્રોની ભરતી કરાશે. જેમાં સંભવિત કુદરતી આપત્તીને પહોંચી વળવા માટે જીઆરડી, હોમગાર્ડ, સક્ષમ યુવાનોની આપદા મિત્રો તરીકે નિમણુંક કરાશે.

વે ચોમાસાની સિઝન શરૂ થઈ છે. ત્યારે આ ચોમાસામાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તીને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર. મેનેજમેન્ટ દ્વારા આપદા મિત્ર પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં તાલુકા વાઇઝ કુલ 36 આપદા મિત્રોની ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તાલુકા દીઠ 3 મહિલા અને 3 પુરુષ આપદા મિત્ર તરીકે ફરજ બજાવશે. તેથી, જિલ્લાના જીઆરડી સહિતના સક્ષમ યુવાનો આપદા મિત્ર તરીકે જોડાઈ શકે છે. આ આપદા મિત્રને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કુદરતી આપત્તિ વચ્ચે કેવી રીતે કામગીરી કરવી તે અંગે સઘન તાલીમ આપવામાં આવશે. આથી 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા જીઆરડી જવાનો હોમગાર્ડના જવાનો તેમજ કોલેજના યુવાનો અને ધો.12 પાસ અને શારીરિક માનસિક રીતે ફિટ હોય તેવા યુવાનોને જીઆરડી જવાનને આપદા મિત્ર તરીકે જોડાવું હોય તો જયદીપભાઈ મચ્છોયા મો.9805488878 અને દિવાનભાઈ 8849327481 ઉપર કોન્ટેક કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમરીન ખાનની અખબારી યાદીમાં જણાવાયું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/