વાંકાનેરના આંબેડકર જૂની દુશ્મનાવટ મામલે તકરાર : બે ઇજાગ્રસ્ત

0
44
/
એક શખ્સ સામે માર માર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરમાં જૂની અદાવત મામલે મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે વ્યક્તિઓ ઉપર એક શખ્સે હુમલો કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ: હરદેવસિંહ ઝાલા

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કાન્તાબેન વશરામભાઇ ચાવડા (ઉ.વ ૬૫, ધંધો નીવ્રુત, રહે-આંબેડકરનગર શેરી નં ૦૨, વાકાનેર) એ આરોપી વીજયભાઇ વાધજીભાઇ સુમેસરા (રહે આંબેડકરનગર, વાકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા-૨૮ ના રોજ સાંજના નવેક વાગ્યાના સુમારે આંબેડકરનગરમાં ફરીયાદીએ અગાઉ મારામારીનો કેસ કરેલ જેનો ખાર રાખી ફરીયાદી તથા સાહેદ શેરી ઉભેલ હોય આરોપી શેરીમા આવી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી લાકડી વતી તેમજ ઇંટ તથા લાદીના છુટા ધા કરી ફરીયાદીને ડાબા પગે તથા સાહેદને ડાબા પગે તથા જમણા હાથે લાકડી વતી મુઢ ઈજા કરી ફરીયાદીને તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/