મોરબી જિલ્લા કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ રેલી કાઢી

0
150
/
નવા બસસ્ટેન્ડથી સામાકાંઠે કલેકટર કચેરી સુધી સાયકલ રેલી યોજીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે કલેકટરને આવેદન આપ્યું

મોરબી : કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવો ભડકે બળતા વિરોધ પક્ષ ક્રોગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે મોરબી જિલ્લા ક્રોગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ રેલી કાઢવામાં આવી હતી અને ભાજપ સરકારે કોરોનાના કપરા કાળમાં પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો ઝીંકીને પ્રજા ઉપર કમ્મરતોડ બોજો નાખ્યો હોવાના આકરા પ્રહારો કર્યા હતા.

મોરબી જિલ્લા ક્રોગ્રેસ દ્વારા આજે નવા બસ સ્ટેન્ડ પાસે જીઆઇડીસી સામે આવેલ જિલ્લા ક્રોગ્રેસના કાર્યાલય ખાતેથી સામા કાંઠે કલેકટર કચેરી સુધી આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે ભાજપ સરકારને ઢંઢોળવા માટે સાયકલ રેલીનું અયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં જિલ્લા ક્રોગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મનોજભાઈ પનારા સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ જોડાઈને સરકારની નીતિ-રીતિનો વિરોધ કર્યો હતો. આ સાયકલ રેલી શહેરના નિર્ધારિત રૂટ પર ફરીને કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં કલેકટર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

આ મામલે જિલ્લા ક્રોગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો થતો ત્યારે ભાજપ ભારે હોબાળો મચાવતું હતું. હવે ભાજપ સરકાર જ એ પણ કોરોના કપરા કાળમાં પ્રજાને પેટ્રોલ ડિઝલમાં ભાવ વધારાનો ડામ આપ્યો છે. તેથી, સરકારને ઢંઢોળવા માટે આ સાયકલ રેલી નું  આયોજન કરેલ હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/