હસનપરના શખ્સે જમીનમાં ગાય માટે ઓરડી ખડકી દીધા બાદ પ્લોટ માલિકને પણ આપી ધમકી આપી
વાંકાનેર : હાલ વાંકાનેરમાં પણ હવે રાજકોટ વાળી થઈ રહી છે, અહીંના હસનપરમાં આવેલી જમીનમાં ગેરકાયદે કબ્જો જમાવીને એક શખ્સે ગાયોના ઉપયોગ માટે ઓરડી બનાવી નાખી હતી. આથી જમીનના મૂળ માલીકે તેમની જમીન પર થયેલા ગેરકાયદે દબાણને દૂર કરવાનું કહેતા આરોપીએ લાજવાને બદલે ગાજીને ગાળો આપી ધમકી આપતા આ બનાવમાં લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાકેશભાઇ દેવજીભાઇ બદ્રકીયા (ઉવ.૪૨ ધંધો વેપાર રહે વીસીપરા ગોડાઉનરોડ રેલ્વે સ્ટેશન ફાટકની બાજુમા વિજયા નિવાસ વાકાનેર) એ આરોપી સતાભાઇ ધારાભાઇ મુંધવા (રહે હસનપર તા.વાકાનેર) સામે જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીની માલીકીની હસનપર ગામના સીમ રેવન્યુ સર્વે નંબર ૧૨૮/૧ પૈકી ની બીન ખેડવાણ જમીન પૈકી ચોરસ મીટર ૮૭૬-૫૬ જેના ચોરસવાર ૧૦૪૮-૩૬૮ ની ક્ષેત્રફળ વાળી જમીનમા અનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદે કબ્જો કરી દબાણ કરી ઉપયોગ કરી ગાયો બાધી કાટાની વાડ તથા કાચુ છાપરુ બનાવી પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરતા આ જમીન માથી દબાણ દુર કરવા સાહેદ પરેશભાઇ દેવજીભાઇ એ આરોપીને કહેતા ગાળો બોલી થાય તે કરી લેવા કહી ધમકી આપી હતી.આ બનાવમાં લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડીવાયએસપી આઇ.એમ.પઠાણ ચલાવી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide