મોરબી: તાજેતરમા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે મોરબી શહેર, વાંકાનેર સહિતના વિસ્તારોમાં વ્યાજખોરો પોતાના રૂપિયા વસૂલ કરવા માટે રૂપિયા લેનાર વ્યક્તિઓને ધાક ધમકી આપતા હોય છે.
અને માર મારવાના બનાવ મોરબી પંથકના બનતા હોય છે દરમિયાન વાંકાનેર શહેરની અંદર દરબારગઢ પાસે રહેતા અને મેઇન બજારમાં સોની અનિલભાઈ વલ્લભદાસ નામે સોની ની દુકાન ધરાવતાં પ્રજ્ઞેશભાઈ અનિલભા પાટડીયા (૩૩)ને પોતાના ધંધા માટે રૂપિયાના જરૂર હતી માટે ઓઝા શેરી ચાવડા ચોક પાસે રહેતા જયેશ મોહનભાઇ ઓઝા પાસેથી તેમને સાડા પાંચ લાખ રૂપિયા ચાર ટકાના વ્યાજે લીધા હતા જેમાંથી જે તે સમયે બે લાખ રૂપિયા પરત આપી દિધા હતા અનો બાકીના રૂપિયા આપેલ ન હતા કેમ કે છેલ્લા ગોઢેક વર્ષથી ધંધો બરાબર ચાલતો ન હતો તો પણ બાકીની રકમની આરોપી દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી ત્યારે ફરિયાદની પ્રજ્ઞેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે “હમણાં પૈસા આપી શકું તેમ નથી” જેથી ઉશકેરાઇ ગયેલા આરોપીએ સોનીની દુકાનમાં સોનુ ગાળવા માટે રાખેલ લોખડના સાધન વડે મોઢાના ભાગે મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં વ્યાજખોર જગદીશ ની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide