ઇન્ડિયન લાયન્સના ચીફ પેટ્રોન હિતેષભાઈ પંડ્યાનો જન્મદિવસ, મોરબી લાયોનેસ ક્લબે શુભેચ્છાઓ પાઠવી

0
66
/

મોરબી: ઇન્ડિયન લાયન્સના ચીફ પેટ્રોન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના જનસંપર્ક અધિકારીનો આજે જન્મદિવસ છે ગુજરાત રાજ્યમાં ઇન્ડિયન લાયન્સ કલબની ૮૦ થી વધુ ક્લબો આવેલી છે જે ઇન્ડિયન લાયન્સ હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસને સાક્ષરતા દિવસ તરીકે ઉજવશે

હિતેષભાઈ પંડ્યા વ્યવસાયે પત્રકાર છે તેમના પત્રકારત્વના અનુભવને આધારે તેઓએ ગુજરાત રાજ્યના ત્રણ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબેન પટેલના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવી છે અને હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના PRO તરીકે ફરજ બજાવી રહ્યા છે

વડોદરામાં જન્મેલા હિતેષભાઈ પંડ્યાએ પ્રારંભિક શિક્ષણ જામનગરમાં લીધું બાદમાં પરિવાર રાજકોટમાં સ્થાયી થયા પછી પ્રાથમિક શિક્ષણથી લઈને પત્રકારત્વ સુધીનું શિક્ષણ રાજકોટમાં જ પૂર્ણ કર્યું હતું હિતેષભાઈએ ફૂલછાબમાં ૨૨ વર્ષ સુધી ચીફ સબ એડિટર, ન્યુઝ એડિટર અને ડેપ્યુટી એડિટર ના વિવિધ હોદા પર જવાબદારી નિભાવી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં હિતેષભાઈ પંડ્યાને રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન મળ્યું હતું દેશના રાજકીય ઈતિહાસની દિશા બદલનાર નવનિર્માણ આંદોલનમાં સૌરાષ્ટ્રનું સુકાન સાંભળ્યું હતું આંદોલન દરમિયાન દેશભરમાં લદાયેલી કટોકટી દરમિયાન અગિયાર માસ સુધી જેલવાસ ભોગવ્યો હતો જેથી તેઓ મીસાવાસી તરીકે પણ ઓળખાય છે

હિતેષભાઈ પંડ્યાએ રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી અને વર્ષ ૨૦૦૧ માં ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના બૌદ્ધિક પ્રકોષ્ટ પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવેલ છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે સમગ્ર મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ તરફથી હિતેશભાઈ પંડ્યાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી છે

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/