ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન મોરબી દ્વારા સ્ટાફ ટ્રેનિંગ સેમિનાર યોજાઈ ગયો

0
33
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશ સનારીયા દ્વારા “હાઉ ટુ વિન પેશન્ટ” વિષય પર માર્ગદર્શન પણ આપવા મા આવ્યુ હતું

મોરબી : શહેરમા હરહંમેશ નવતર અભિગમો માટે સમગ્ર ગુજરાત મા ખ્યાતનામ મોરબી આઈ.એમ.એ. દ્વારા સમગ્ર મોરબીની હોસ્પીટલના સ્ટાફ માટે સ્ટાફ ટ્રેનિંગ સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

પ્રતિમાસ આયોજીત થતા આ સેમિનારમા પ્રવર્તમાન માસે મોરબીની ખ્યાતનામ સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશ ભાઈ સનારીયા દ્વારા “હાઉ ટુ વિન પેશન્ટ ” વિષય પર માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. જે અંતર્ગત દર્દીઓ સાથે કઈ રીતે વર્તન કરવુ, તેને કઈ રીતે મહતમ સુવિધાઓ પુરી પાડવી, દર્દીના સગાઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો, તે ઉપરાંત દર્દી ની સારવાર દરમિયાન કઈ બાબતોની કાળજી રાખવી, સારવાર પૂર્ણ થયા બાદ દર્દીઓ નો સમયાંતરે સંપર્ક કરી તેને આરોગ્ય વિષયક માર્ગદર્શન પુરુ પાડવુ, સ્ટાફ દ્વારા કાર્યસંતોષ કઈ રીતે વધારવો, માનવ શક્તિ આયોજન તથા સંચાલન, તાલીમ, બઢતી, પગાર વૃધ્ધિ વગેરે કાર્યલક્ષી બાબતો પર સરળ શૈલીમા માર્ગદર્શન આપવા મા આવેલ હતુ.આ સેમિનારમાં મોરબીની વિવિધ હોસ્પીટલના 150 થી વધુ સ્ટાફ મેમ્બર્સ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરવામા આવ્યુ હતુ. આ તકે ડો. વિનોદ કૈલા, ડો. હિતેશ પટેલ, ડો. મનિષ સનારીયા, ડો. દીલીપ તન્ના સહિતના નિષ્ણાંત તબિબો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારને સફળ બનાવવા મોરબી આઈ.એમ.એ. બ્રાંચના પ્રમુખ ડો. વિજય ગઢીયા, સેક્રેટરી ડો. દીપક અઘારા, પ્રોજેક્ટ ચેરમેન ડો. અલ્પેશ ફેફર સહીતના નિષ્ણાંત તબિબોએ જહેમત ઉઠાવી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/