મોરબીમાં ઉછીના રૂપિયા પરત આપવા છતાં યુવાનનું અપહરણની ઘટના

0
105
/

મોડીરાત્રે યુવાનનું અપહરણ કરી ઢોર માર માર્યો : વહેલી સવારે ફરિયાદ પણ  નોંધાઇ

મોરબી: છેલ્લા ચારેક મહિના પહેલા ઉછીના લીધેલા એક લાખ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં એ લેતીદેતીને લઈને બે શખ્સોએ યુવકનું અપહરણ કરી, પ્લાસ્ટિકના પાઇપથી માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી અપાયાની ફરિયાદ એ.ડીવી. પો. સ્ટે.માં નોંધાતા પોલીસે બે આરોપીઓની શોધખોળ આદરી છે.

બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર રવાપર રોડ સ્થિત તિરૂપતિ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય નીરવ અરવિનભાઈ બોપાલિયા નામના યુવાને એ.ડીવી. પોલીસ સ્ટે.માં આજે શુક્રવારે વ્હેલી સવારે 05:15 વાગ્યે ફરિયાદ નોંધાવી હતી કે, રોહિત જિલરીયા નામના યુવાન પાસેથી આશરે ચારેક માસ પૂર્વે તેણે એક લાખ રૂપિયા લીધેલા જે પરત કરી દીધા હોવા છતાં ગુરુવારે મોડી રાત્રે 11થી 12 વાગ્યા દરમ્યાન રોહિત જિલરીયા તથા એક અજાણ્યા શખ્સે બળજબરી પૂર્વક વાહનમાં બેસાડી કાકા કાઠિયાવાડી હોટલની પાછળ લઈ જઈ પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો. સાથે રહેલા અજાણ્યા શખ્સે ઢીંકા પાટુથી મૂંઢમાર મારી જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી નાસી ગયા હતા.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/