હાલમાં જાહેર કરેલા નોટિફિકેશનમાં ઉમેદવારો માટે ઉભી થયેલી અસમંજસની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવાની માંગની કરાઈ
મોરબી: હાલ તાજેતરમાં રાજ્યના ગૃહવિભાગે પી.એસ.આઈ અને એ.એસ.આઈની પોલીસ ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરતા જ ઉમેદવારોમાં નવા નોટિફિકેશનને લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે. આ સ્થિતિને સ્પષ્ટ કરવા ઉમેદવારોએ મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત કરી છે.
તાજેતરમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પીએસઆઇ અને આઈએસઆઈ પોલીસ ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. ઉક્ત જાહેરાતમાં અગાઉ લાગુ થતા નિયમોમાં ફેરબદલ કરવામાં આવતા ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ઉમેદવારોની માંગ છે કે, 15 ગણા કેટેગરી વાઇઝ ઉમેદવારોને બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટીમાં ઉત્તીર્ણ કરવાની મર્યાદાને રદ કરવામાં આવે. વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવે કે જેથી પરીક્ષા પાસ કર્યા બાદ કોઈ નોકરી સ્વીકારે નહિ અથવા ગેરલાયક ઠરે તો વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને અધિકારી બનવાની તક ઉપલબદ્ધ થાય.
એક મહત્વની માંગ એ છે કે, પરીક્ષામાં બેસેલા કોઈ વિદ્યાર્થી કોલેજના છેલ્લા વર્ષમાં હોય તેમને પણ પરીક્ષા આપવાની તક મળવી જોઈએ. કેટેગરી પ્રમાણે સીટ ફાળવણીમાં જે વિસંગતતાઓ દેખાઈ રહી છે તેને દૂર કરવાની માંગણી ઉમેદવારોએ કરી છે.
ઉપરોક્ત માંગણી ઉપરાંત ઉમેદવારોને અન્ય પ્રશ્નો પણ મુંજવી રહ્યા છે. જેમ કે, આ પરીક્ષામાં આર્મી જેવા માપદંડ રાખવામાં આવ્યા છે જે અન્ય રાજ્યોની ભરતી પ્રક્રિયામાં નથી. તમામ જગ્યાઓને કેટેગરી પ્રમાણે ત્રણ વાર વિભાજીત કરવામાં આવી છે એ અંગે ભરતી બોર્ડ સ્પષ્ટતા કરવી જોઈએ એવું જણાવી ઉમેદવારોએ નિયમોમાં અચાનક કરેલા બદલાવ સામે સવાલો પણ ઉઠાવ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide