[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી ના નવા હોદેદારો ની વરણી મોચી મંદિર મોરબી ખાતે કરવામાં આવેલ.જેમાં
જાગા સ્વામી મિત્ર મંડળના પ્રમુખ તરીકે ઇશ્વરભાઇ મોહનભાઈ રાઠોડ તથા ઉપપ્રમુખ તરીખે ચંદ્રકાંતભાઈ ખીમજીભાઈ રાઠોડ તથા મંત્રી તરીકે કાંતિભાઈ વલમજીભાઈ રાઠોડ તથા ખજાનચી તરીકે નાથાભાઈ ખીમજીભાઈ ઝાલા તથા અન્ય હોદેદારો ની
વરણી કરવામાં આવેલ આ તકે રાઠોડ યુવક મંડળ દ્વારા વરણી પામેલા આગેવાનોનું પુષ્પહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ. જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા પૂજ્ય સંત શ્રી લાલા બાપા ની તિથિ ની ઉજવણી,સમૂહ લગ્નોત્સવ, જાગા સ્વામી જયંતિ ની ઉજવણી,તેમજ વિદ્યાર્થીઓ માટે ઈનામ વિતરણ કાર્યક્રમ તેમજ અન્ય કાર્યો સમાજ ના સાથ સહકાર થી કરવામાં આવે છે..ઉપરોકત કાર્યો સમાજ ના સાથ અને સહકાર થી ચાલુ રહેશે એમ પ્રમુખ શ્રી ઈશ્વર ભાઈ રાઠોડ ની યાદી જણાવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide



















