મોરબીમાં રૂ. 1.19 કરોડની આંગડિયા લૂંટના ત્રણ આરોપીઓ ઝડપાયા

0
1370
/

હાલ પોલીસે રૂ. 79.74 લાખની રોકડ રિકવર કરી : હજુ ત્રણ આરોપીઓને શોધવા કવાયત

ટ્રાવેલ્સના ડ્રાઇવરને આંગડિયાના પાર્સલ અંગે ખ્યાલ હોય, તેને પોતાના ભાઈને ટીપ આપતા સમગ્ર લૂંટનો પ્લાન ઘડાયાનો ઘટસ્ફોટ

મોરબી : ચકચારી કેસ આંગડિયા પેઢીના વ્યક્તિ ખાનગી બસમાં આવેલું આંગડિયા પેઢીનું પાર્સલ લઈને પોતાની કારમાં પરત આવી રહ્યા હતા.ત્યારે દલાવડી સર્કલ પાસે નબર પ્લેટ વગરની કારમાં ઘસી આવેલા ચાર અજાણ્યા બુકાનીધારીઓએ હુમલો કરી બન્ને પાસેથી રૂ.1.19 કરોડ ભરેલા આંગડિયા પાર્સલનું લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખી ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. સાથે રૂ. 79.74 લાખની રોકડ પણ રિકવર કરી છે. જ્યારે અન્ય ત્રણ શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, એસ.ઓ.જી., મોરબી તાલુકા મોરબી સીટી એ ડિવી ટંકાસ પો.સ્ટે.ના અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુન્હામાં સંડોવાયેલ હ્યુન્ડાઇ વેન્યુ કારની તપાસમાં અલગ અલગ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હતા. તે દરમ્યાન બાતમીદારો મારફ્તે હકિકત મળેલ કે, આ ગુનામાં વપરાયેલ હ્યુન્ડાઇ વેન્યુ કાર તથા ગુન્હમાં સંડોવાયેલ આરોપીઓ જેમાં જાવીદ અલ્લારખાભાઇ ચૌહાણ રહે.રાજકોટ વાળા કે જે સોમનાથ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર કલીનર તરીકે નોકરી કરે છે તેણે પોતાના સગાભાઇ પરવેજ અલ્લારખાભાઇ ચૌહાણને ટીપ આપી તેમજ તેણે તેના મીત્ર પંકજ કેશા ગરાંમડીયા એમ બંન્નેએ મળી બનાવ અંગે કાવત્રુ રચેલ. જેમાં તેના મદદગારી કરનાર ઇમરાન અલ્લારખા ચૌહાણે બનાવને અંજામ આપવા પંકજે તેના ગામના સુરેશ મથુર કોળી, સવશી હકાભાઇ કોળીએ ત્રણ અજાણ્યો માણસોનો સંપર્ક કરી ગુન્હાને અંજામ આપવા સવસી હકાની હ્યુન્ડાઇ વેન્યુ કાર સાથે પંકજ તથા પરવેઝનો સંપર્ક કરી બનાવને અંજામ આપેલ છે.

અને આ પૈકીના પરવેઝ, સુરેશ અને સવશી એમ ત્રણેય જતા લુંટના બનાવમાં મળી આવેલ મુદામાલની રકમના ભાગ પાડવા સારૂ થાનથી વાકાનેર વીડી વિસ્તારમા દલડી ગામની આસપાસ આવનાર છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ હોય પોલીસની ટીમોએ મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લારખાભાઇ ચૌહાણ રહે.રાજકૌટ, સવસીભાઇ હકાભાઇ ગરાંમડીયા રહે,નાના માત્રા તા.વિછીયા -રાજકોટ, સુરેશ મથુરભાઇ ગરાંભડીયા રહે.નાના માત્રા તા.વિછીયા જી.રાજકોટ વાળાઓને ગુનામાં વપરાયેલ હ્યુન્ડાઇ વેન્યુ કાર તથા મુદામાલની રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા.

પોલીસે મુદામાલના રોકડા રૂપીયા ૭૯,૭૪,૦૦૦ તથા હ્યુન્ડાઇ વેન્યુ કાર નં.જીજે-૦૩-એલએમ-૮૩૩૯ કિં.રૂ.૭,૦૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂા.૩૦૦૦ કબજે કર્યો છે. આ સાથે લોખંડનો પાઇપ તથા ગુપ્તી જેવા હથિયાર કબજે કર્યા છે. આ બનાવમાં મદદગારી કરવામાં અબ્દુલકાદર ઉર્ફે જાવીદ અલ્લારખાભાઇ ચૌહાણ રહે.રાજકોટ (ટીપ આપનાર ), ઈમરાન અલ્લારખાભાઇ ચૌહાણ રહે.રાજકોટ ( ગુન્હાના કાવત્રામાં સામેલ થઇ મદદ કરનાર ) તેમજ પંકજ કેશાભાઇ ગરાભડીયા રહે. નાના માત્રા તા.વિછીયા હાલ રહે.રાજકોટવાળાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
આ કામગીરીમાં પોલીસ ઇન્સ એમ.આર.ગોલાણીયા, એલ સી.બી.મોરબી, એમ.પી.પંડયા, જે.એમ.આલ, મોરબી સીટી એ ડિવી. પો.સ્ટે.ના માણસો, પો.સબ ઇન્સ. એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, પી.ડી.પટેલ, વી.જી.જેઠવા, તથા મોરબી તાલુકા પી,સ્ટે,ના માણસો, પી.જી પનારા, તથા એસ.ઓ.જી, સ્ટાફ તથા બી.ડી. પરમાર, તથા ટંકારા પો.સ્ટે.ના માણસો, તથા મોરબી એલ.સી.બી.પેરોલ ફર્લો સ્કવોડ, વિગેરે પોલીસ સ્ટાફ જોડાયેલ હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/