વિવિધ ફલોટ આકર્ષણનું કેન્દ્ર બનશે : મોરબી દરવાજા આવેલ રામજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે
હળવદ : હળવદમાં માં જશોદાના લાલો ને વધાવવા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું છે શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા 29મી શોભાયાત્રા નીકળનાર હોય જેના ભાગરૂપે હાલ શહેરમાં વિવિધ રાજમાર્ગો સુશોભિત કરવામાં આવી રહ્યા છે
આ શોભાયાત્રા શહેરમાં આવેલ મોરબી દરવાજા ના રામજી મંદિરેથી પ્રસ્થાન થઇ શહેરના વિવિધ માર્ગો પર ફરશે આ શોભાયાત્રામાં જન્માષ્ટમી તહેવારો ને અનુરૂપ વિવિધ 15 જેટલા ફલોટ જોવા મળશે આ ઉપરાંત ડીજે બેન્ડવાજા ઢોલ નગારા સાથે શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાશે
આ તકે જન્માષ્ટમી શોભાયાત્રાના અધ્યક્ષ ડો મિલનભાઈ માલપરા જણાવ્યું હતું કે હળવદ તો એક છોટા કાશી તરીકે પ્રચલિત છે અહીં દરેક તહેવારોનો વિશેષ રીતના ઉજવવામાં આવતો હોય છે ત્યારે જન્માષ્ટમીને લઈ હાલ કાર્યકર્તાઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો સુશોભિત કરવામાં આવી રહ્યા છે તારીખ 24 શનિવારના આવું નથી ને ઘરે રોજ જન્માષ્ટમી શોભાયાત્રા નીકળનાર હોય જેમાં શહેરની તમામ ધર્મ પ્રેમી જનતાને ઉત્સાહભેર જોડાવા આહ્વાન કર્યું હતું
જ્યારે આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભાવેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે શહેરમાં નીકળનાર ૨૯મી શોભાયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ સમગ્ર શહેર કૃષ્ણમય બનતું જઈ રહ્યું છે સમગ્ર શહેરીજનો ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા હરખઘેલા બન્યા છે ત્યારે આ શોભાયાત્રામાં દરેક સમાજના લોકોને જોડાવા હાર્દિક આમંત્રણ છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide