મોરબીના જેતપરમાં ઇલેક્ટ્રિક શોટ લગતા પરિણીતાનું મૃત્યુ, પુત્રને ઇજા

0
126
/

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામમાં રહેતી એક પરિણીતાનું ઇલેક્ટ્રિક શોટ લગતા મોત થયું હતું. તેમજ તેનો પુત્ર તેને અડી જતા હાલમાં તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

જેતપર ગામે ખરાવાડમાં રહેતા નાનકીબેન જશુભાઇ બેરૂભાઇ ટોકરીયા (ઉ.વ-૨૫)એ ગઈકાલે તા. 14ના રોજ પોતાના રહેંણાંકનો દરવાજો બંધ કરવા જતા ત્યાથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયરને અકસ્માતે અડી ગયા હતા. જેથી, તેઓને ઇલેક્ટ્રીક શોટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું છે. તેમજ તે સમયે તેઓને તેનો પુત્ર અવિન (ઉ.વ-૪) અડી જતા તેને પણ અકસ્માતે શોટ લાગ્યો હતો. જેથી, તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે મૃતકનો લગ્ન ગાળો પાંચ વર્ષનો છે. હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/