મોરબીના લૂંટાવદર ગામે મંદિર, ઘર અને દુકાનોમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ

0
150
/
વર્ષ 2017માં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખતી મોરબી એલસીબીની ટીમ

મોરબી : મોરબીના લૂંટાવદર ગામે વર્ષ 2017માં થયેલી ચોરીનો ભેદ મોરબી એલસીબીની ટીમ ઉકેલી નાખ્યો હતો અને પોલીસે લૂંટાવદર ગામે મંદિર, ઘર અને દુકાનોમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓ ઝડપી લીધા હતા. જ્યારે ફરાર રહેલા ચોથા આરોપીને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.

મોરબી એલસીબી પાસેથી મળતી વિગતો મુજબ મોરબીના લૂંટાવદર ગામે વર્ષ 2017માં ચોરીની ઘટના બની હતી. જેમાં તસ્કરો લૂંટાવદર ગામે મંદિર, ઘર અને દુકાનોમાં ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જે તે સમયે આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ આ ચોરીનો ગુનો અણઉકેલ રહ્યો હતો. દરમિયાન આજે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડના સ્ટાફને બાતમી મળી હતી કે લૂંટાવદર ગામે મંદિર, ઘર અને દુકાનોમાં ચોરી કરનાર આરોપીઓ આ જ ગામના ખરાવાડમાં ઝુંપડા બનાવીને વસવાટ કરે છે.

આ પ્રકારની બાતમી મળતા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડના સ્ટાફે મૂળ મધ્યપ્રદેશના વતની અને લૂંટાવદર ગામે ખરાવાડમાં આવેલ ઝુંપડામાં રહેતા બચુ ડુંગરસીંગ અજનાળ, કેકડીયા ઉર્ફે રાજેશ ઉર્ફે રાજ્યો ભેરૂ કુતુ મેડા, મનીષ ઉર્ફે મુનો વેસ્તાભાઈ અખાડને ઝડપી લીધા હતા. આ ચોરીમાં સુમરો તેજસિંગ અજનાળની સંડોવણી ખુલતાં તેને પોલીસે ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/