મોરબી: જીવ ને ‘શિવ’ સાથે મિલનનો દિવ્ય અવસર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયેલ છે ત્યારે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમના તમામ વાંચકો- દર્શકોને શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવે છે
‘દિવ્યદ્રષ્ટિ’ ના સર્વે સર્વેસર્વા દેવાધિદેવ મહાદેવજી સાથે સીધો અંતરમનથી સંવાદ આજથી શરુ થયો છે ત્યારે ‘દાદા’ ની ભક્તિમાં લિન થવા સૌ કોઈ અધીરા બન્યા છે “અમૃત પીવે તે દેવ વિષ પીવે તે મહાદેવ” આ વાક્ય ઘણું કહી જાય છે જીવનમાં મનપસંદ ભોગ વિલાસ પામવા માંથી રહેલ માનવજાતિ ઘણી વાર સહિષ્ણુતા, સભ્યતા, અને સંસ્કારિતા ભૂલી ગયો છે. આ જોઈ ભગવાન શિવજીને જાને ઘણું માથું લાગ્યું હોય તેવો “કોરોના’ પરચો માનવજાતને મળ્યો છે. ‘કોરોના’ એક શંખનાદ છે જે ઘોષણા કરે છે હાજી પણ સમય છે. જરા સુધરો નહિ તો કોઈ નહિ બચે. ભગવાણ શિવ જેટલા દયાળુ છે તેથી અનેકગણા માયાળુ પણ છે તેનો તાગ મેળવવો મુશ્કેલ જ નહિ નામુન્કિન છે. આજથી અજરાઅમર નીલકંઠ ભગવાન શિવજી ને રીઝવવાનો અવસર શરુ થયો છે ત્યારે આપણે સૌ માનવજાત નતમસ્તક તેમના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરીશું કે એક માત્ર તેઓ ‘કોરોના’ વિષચક્ર માં સપડાયેલ માનવજાતને ફરી એકવાર ઉગારી નવજીવન બક્ષે આથી આઓ સૌ આપણે આજથી બધા ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરીયે અને કામ,ક્રોધ,લોભ,અને મોહ માયાનું ખંડન કરીયે ફરી એકવાર આપ સૌ વાંચકો-દર્શકોને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ
-રાધેશ બુધ્ધભટ્ટી
(Editor In Chief : ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક )
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide