મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
જોધપર (નદી) ગામમાં અમાની પોલીપેક કારખાનાની લેબર કોલોનીની ઓરડીમા રહેતી અને મૂળ એમપીના ધાર જિલ્લાના કુકશી તાલુકાના જાલીડા ગામની વતની ભુરીબેન ભુરૂભાઇ ઉર્ફે મગનભાઇ અનારેએ ગઈકાલે તા. 27ના રોજ પોલેબર કોલોનીની ઓરડીમાં છતના હુકમા ચુદડી વીટાળી ગળેફાસો ખાઈ લીધો હતો. ભુરીબેનને વતનમા જવુ હતું. જેથી, અવારનવાર પોતાના પિતાને ફોન કરી તેડવા આવવાનુ કહેતી હતી. પરંતુ પોતાના પિતા તેડવા આવેલ નહિ. જેથી, લાગી આવતા આવેશમા આવી ભુરીબેને અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ...
હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલની જુદી જુદી ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 112 કિસ્સામાં વીજચોરી...
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં સરળતા માટે સમગ્ર નગરમાં રોડ ઉપર પટ્ટાઓ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી હવે રોડ ઉપર વાહનોને...
એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...