હાલ જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા જવાહર રોડ અને એમજી રોડનું કામ સત્વરે ચાલુ કરવા માંગ ઉઠી છે.
જો કે આ અંગે આ વિસ્તારના રહેવાસીઓ તેમજ વેપારીઓએ મનપાના કમિશ્નરને સંબોધીને ડીએમસી જે.એન. લીખીયાને આવેદનપત્ર પણ આપ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે શહેરના 37માંથી જવાહર રોડ અને એમજી રોડ એમ માત્ર 2 રોડનું જ કામ શરૂ કરાયું નથી. આ માટે પાણીની લાઇનનું બહાનું બતાવવામાં આવે છે. પરંતુ આ વિસ્તારને પુરતું પાણી મળે છે અને પાણી માટેની કોઇ ફરિયાદ પણ નથી. ત્યારે આ બન્ને રસ્તાનું કામ સત્વરે શરૂ કરવા માંગણી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide