મોરબી : હાલ મોરબીના ખાનપર ગામે આવેલી પંજાબ નેશનલ બેન્ક શાખામાં ચલણી નોટ બદલવાની ના પાડનાર બેન્કના કર્મચારી ઉપર એક શખ્સે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં એક શખ્સે બેન્કના કર્મચારીને ઝાપટો મારીને ફરજમાં રૂકાવટ કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ મારામારીના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ ટંકારાના નેસડા ગામે રહેતા અને મોરબીના ખાનપર ગામે આવેલી પંજાબ નેશનલ બેન્ક શાખામાં બેન્ક કર્મચારી તરીકે ફરજ બજાવતા યોગેન્દ્રભાઈ પ્રદીપભાઈ ચૌહાણ (ઉ.વ.31) એ આરોપી પ્રકાશભાઈ ડાંગર ગજડીવાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે આરોપી મોરબીના ખાનપર ગામે આવેલી પંજાબ નેશનલ બેન્ક શાખામાં ચલણી નોટ બદલવા આવ્યો હતો. અને ફરિયાદીને રૂપિયા બદલી આપવા કહ્યું હતું.પણ ફરિયાદી રૂપિયા બદલી આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીને ઝાપટો મારીને તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવની બેન્ક કર્મચારીની ફરિયાદ પરથી તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
ધ્રોલ: ધ્રોલના ખારવા મુકામે કાસુન્દ્રા પરિવાર દ્વારા વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરાયેલ છે, પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા ખારવા...