મોરબી : હાલ મોરબીના ખાનપર ગામે આવેલી પંજાબ નેશનલ બેન્ક શાખામાં ચલણી નોટ બદલવાની ના પાડનાર બેન્કના કર્મચારી ઉપર એક શખ્સે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં એક શખ્સે બેન્કના કર્મચારીને ઝાપટો મારીને ફરજમાં રૂકાવટ કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ મારામારીના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ ટંકારાના નેસડા ગામે રહેતા અને મોરબીના ખાનપર ગામે આવેલી પંજાબ નેશનલ બેન્ક શાખામાં બેન્ક કર્મચારી તરીકે ફરજ બજાવતા યોગેન્દ્રભાઈ પ્રદીપભાઈ ચૌહાણ (ઉ.વ.31) એ આરોપી પ્રકાશભાઈ ડાંગર ગજડીવાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે આરોપી મોરબીના ખાનપર ગામે આવેલી પંજાબ નેશનલ બેન્ક શાખામાં ચલણી નોટ બદલવા આવ્યો હતો. અને ફરિયાદીને રૂપિયા બદલી આપવા કહ્યું હતું.પણ ફરિયાદી રૂપિયા બદલી આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીને ઝાપટો મારીને તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવની બેન્ક કર્મચારીની ફરિયાદ પરથી તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...
મોરબી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી શહેર અને વાંકાનેર સીટી પોલીસની ટીમોએ જુદા-જુદા સ્થળોએ દરોડા પાડીને ક્રિકેટ મેચ પર...
વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા એક લેબર કોન્ટ્રાક્ટર યુવકને મજૂરોના પૈસા ચૂકવવા અને ભાઈની સારવાર માટે વ્યાજે લીધેલા નાણાં ભારે પડ્યા હતા. ત્રણ વ્યાજખોરોએ યુવકને...