મોરબી: તાજેતરમા મોરબીની ઘાંચી શેરીમાં મોટરસાયકલ રાખવા જેવી નજીવી બાબતે છરીના ઘા ઝીંકી દઈને યુવાનની હત્યા કરવામાં આવી હોય જે હત્યાના બનાવમાં પોલીસે સઘન તપાસ ચલાવી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ઘાંચી શેરીના રહેવાસી અનીશ રફીકભાઈ પીઠડીયાને ઘર પાસે બાઈક રાખવા બાબતે આરોપી જાબીર સીદીક પીલુડીયા સાથે બોલાચાલી થઇ હતી જે બનાવમાં આરોપી જાબીર પીલુડીયાએ ઉશ્કેરાઈ જઈને છરીના ઘા ઝીંકી મોત નીપજાવી આરોપી નાસી ગયો હતો જે બનાવ મામલે ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન, એલસીબી અને એસઓજી ટીમે તપાસ ચલાવી હતી હત્યાનો ગુન્હો નોંધી હત્યાના બનાવની તપાસ એ ડીવીઝન ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલને સોપવામાં આવી હોય જેમાં પોલીસ ટીમે આરોપીને રાજપર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો શનાળા ગામ રાજપર ચોકડી પાસેથી આરોપી નાસી જવાની ફિરાકમાં હોય દરમીયાન આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide