મોરબી : રંગપર પાસે સિરામીકના કારખાનાના લેબર ક્વાર્ટરમાં વહીસ્કીની ત્રણ બોટલો સાથે 2 ઝડપાયા

0
277
/

મોરબી : તાજેતરમાં મોરબી તાલુકાના રંગપર ગામમાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં બે શખ્સને વહીસ્કીની ત્રણ બોટલો સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ગઈકાલે તા. 31 જુલાઈના રોજ રંગપર ગામમાં ડયુનેકસો સીરામીકના કારખાનાના લેબર ક્વાર્ટરના રૂમમાં કાળુભાઇ વિનુભાઇ લિડીયા (ઉ.વ. 31) તથા અરવિંદભાઇ ઉર્ફે અન્નિ અશોકભાઇ રાઠોડ (ઉ.વ. 31) (મુળ રહે નવા ભિલવાસ, તા. સિહોર, જી. ભાવનગર)એ આર્થીક ફાયદા સારૂ વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બેગપેપર ડિલક્ષ વિસ્કીની બોટલો નંગ 3, કીમત રૂપિયા 900 રાખી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરેલ છે. તેમજ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/