સામાન્ય લક્ષણો જણાતા બે દર્દીઓને સેન્ટરમાં ખસેડાયા, ત્યાં જઈને જોયું તો કોઈ જવાબદાર વ્યક્તિ હજાર નહીં, પીવાનું પાણી પણ નહીં
મોરબી : મોરબીમાં આરોગ્ય તંત્ર દ્વારા આજના બે પોઝિટિવ કેસને ઘુંટુના કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ સેન્ટરમાં કોઈ આરોગ્ય કર્મચારી હાજર ન હોય અને પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે. જો કે આ વાત બહાર આવ્યા બાદ આરોગ્ય તંત્રએ તાત્કાલિક વ્યવસ્થા ગોઠવી હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીમાં આજે સાંજના સમયે એક સાથે કોરોનાના 9 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. તેમાંથી બે દર્દીઓને કોરોનાના સામાન્ય લક્ષણો હોય તેઓને ઘુંટુ પોલિટેક્નિક કોલેજ ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે દર્દીઓને આ અંગેની કશું જાણ ન હતી. તેઓ જ્યારે કોવિડ કેર સેન્ટરમાં પહોંચ્યા તો તેઓની સાથે એમ્બ્યુલન્સના ડ્રાઇવર પણ ચોંકી ઉઠયા હતા.
કારણકે કોવિડ કેર સેન્ટરમાં કોઈ આરોગ્ય કર્મચારી હાજર ન હતા. ઉપરાંત પીવાના પાણી કે જમવાની પણ વ્યવસ્થા ન હતી. રાતનો જમવાનો સમય હતો. અને બન્ને દર્દીઓને જમ્યા વગર જ ત્યાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં જમવાની તો ઠીક બીજી કોઈ વ્યવસ્થા ન હોવાથી આ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે દર્દી પોહચ્યા બાદ મોડે મોડે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી અને આગ લાગે ત્યારે કૂવો ખોદવાની જેમ ટાણે જ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide