ઉચ્ચ અધિકારીએ પૈસા કટકટાવતા આફરો ચડી ગયો હોય એવું નાટક ભજવી વિરોધ કરાયો
ટંકારા : હાલ ટંકારામાં જમીન કૌભાંડ મામલે ચાલી રહેલા ઉપવાસ આંદોલનને હવે વેગ પડકયો છે. જેમાં આજે ઉપવાસીઓ જમીન કૌભાંડ મામલે અધિકારીને ભ્રષ્ટાચારી ગણાવી આશ્ચર્ય જનક કાર્યક્રમમાં નાણાં ખાઈ જનાર અધિકારીને આફરો ચડી ગયો હોય તેવું નાટક ભજવી નવતર રીતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ નવતર વિરોધનો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઇ છે.
ટંકારામાં જમીન કૌભાંડ મામલે ઉપવાસ અદોલન ચાલી રહ્યું છે.ત્યારે ઉપવાસીઓએ તંત્રને ઢંઢોળવા માટે આજે અનોખું વિરોધ પ્રદર્શન નાટક કર્યું હતું. જેમાં નાટક દ્વારા વીડિયો બનાવીને જવાબદાર અધિકારી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો હતો. આ અંગેના વીડિયોમાં એક ઉપવાસી ડોક્ટરને બોલાવી દર્દી રૂપે રહેલા અધિકારીની સારવાર કરવાનું કહે છે અને ડોક્ટર એમની સારવાર કર્યા બાદ અધિકારી પાસેથી પૈસા નીકળતા તેમણે પૈસા ખાધા હોવાથી આફરો ચડી ગયો હોવાનું નિદાન કરે છે. અને યુરિનના બાટલા !! ચડાવવામાં આવે છે. આ રીતે નવતર વિરોધ કરીને તંત્રને ઢંઢોળવા પ્રયાસ કરવાની સાથે તંત્રના ઉચ્ચ અધિકારી ઉપર બેફામ આક્ષેપ કરાતા ચકચાર મચી જવા પામી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide